સાંસદ પીટ ઓલ્સને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં PM મોદીના વખાણ કર્યા
  • 4 years ago
અમેરિકન સાંસદ પીટ ઓલ્સને બુધવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા તેમણે કહ્યું હતું કે, મોદી દેશમાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે મોદીએ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવીને ત્યાંના લોકોને ભારતની મહાન સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કર્યું છે

ઓલ્સને વધુમાં કહ્યું કે, અનુચ્છેદ એક અસ્થાયી જોગવાઈ હતી તેના કારણે જમ્મુ-કાશ્મીરના લોકોને મજબુરીમાં એક અલગ કાયદા સાથે રહેવું પડતું હતું હવે તે લોકો પાસે પણ અન્ય ભારતીયોની જેમ સમાન અધિકાર છે

સાંસદ ઓલ્સન ટેક્સાસ-22નું પ્રતિનિધિત્વ કરે છે ભારતે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35-એ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારપછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યા છે
Recommended