રાજકોટમાં સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
  • 4 years ago
રાજકોટ: ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી શરૂ કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના 11 સેન્ટર પર 260 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે જેમાં તાલુકાદીઠ 20 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે સેન્ટર હોય 20 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 7 માપદંડો નક્કી કરવામાં આવ્યા છે આ માપદંડો મુજબ જ ખરીદી કરવામાં આવશે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ તાલુકા, પડધરી તાલુકા અને લોધિકા તાલુકાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે આ તમામ ખેડૂતોની મગફળીમાંથી 200 ગ્રામ મગફળીનું એક સેમ્પલ લેવામાં આવી રહ્યું છે જે સેમ્પલ કુલ સાત જેટલા માપદંડોમાંથી ખરું ઉતરશે તો જ મગફળીની ખરીદી કરવામાં આવશે સરકારના નિયમોની આધિન જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે
Recommended