નદીમાં કુદરતી રીતે જ બરફનો ગોળો બન્યો, સર્જાયો અદભૂત નજારો

  • 4 years ago
મંગોલિયા, ચીન| ચીનના ઈનર મંગોલિયામાં આવેલી ગેન્હે નદીમાં ભાગ્યે જ જોવા મળતો દુર્લભ નજારો દેખાયો હતો જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો ગેન્હે નદી સર્જાયેલા આઈસ ડિસ્કનો આ વીડિયો ખરેખર અદભૂત છે આવી ઘટના પણ કુદરતી રીતે જ સર્જાતી હોય છે આ આખી ઘટના હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ 3 નવેમ્બરે કેમેરામાં રેકોર્ડ કરી હતી 6 ફૂટ આકારનો આ બરફનો ગોળો એન્ટી ક્લોક વાઈઝ ફરી રહ્યો હતો આ નદીનું તાપમાન પણ -53 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે વર્ષમાં 200 કરતાં પણ વધુ દિવસો આ નદી થીજી ગયેલી હોય છે
આવું કેમ થાય છે?
નદી કિનારે જ્યાં આ આઈસ ડિસ્ક બને છે ત્યાં ખૂબ જ વેગથી વહેતું પાણી પ્રતિગામી બળ પેદા કરે છે જે બરફના ટૂકડાઓને તોડીને ગોળ ગોળ ફેરવે છે અહીં આ બળ ઘડિયાળની દિશા કરતાં ઉંધી દિશામાં જોવા મળ્યું છે

Recommended