નશામાં ધૂત પોલીસકર્મીનો જાહેરમાં તમાશો, મદમસ્ત હાથીની જેમ ડાન્સ કર્યો

  • 5 years ago
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં જ્યાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા માટે અનેક પોલીસકર્મીઓને તેનાત કરાયા હતા ત્યાં એક પોલીસમેન દારૂના નશામાં ધૂત થઈને ફરતો જોવા મળ્યો હતો સવારે જ નશો કરીને પોતાની ફરજ પર હાજર થયેલા આ પોલીસકર્મીએ કરેલી કરતૂતના કારણે આખા પોલીસબેડાને શરમમાં મૂકાવવું પડ્યું હતું ઠાકુરગંજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ સિપાહીએ ટલ્લી થઈને રોડ પર ડાન્સ કર્યો હતો તેના આવા કારનામાનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો લોકોને મફતમાં મનોરંજન પૂરું પાડનાર આ પોલીસકર્મીએ નાકમાં આંગળીઓ નાંખીને મદમસ્ત હાથીની જેમ આખો રોડ માથે લીધો હતો

Recommended