Speed News @ 9pm: મહા વાવાઝોડું મધરાત સુધીમાં ડીપ્રેશનમાં ફેરવાશે

  • 5 years ago
મહા વાવાઝોડું મધરાત સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશેઅરબી સમુદ્રમાં ઉદભવેલું આ વાવાઝોડું બપોરે બાર વાગ્યા પછી ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું હતું જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રાત દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે જો કે, શુક્રવારથી આ વરસાદમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ જશે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 60થી વધુ તાલુકામાં વરસાદ થયો છે 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ થયો છે જ્યારે આણંદના આંકલાવ, તાપીના કુકરવાડા અને અંકલેશ્વરમાં 1-1 ઈંચ વરસાદ થયો છે આ તરફ છોટા ઉદેપુરના બોડેલી અને વડોદરાના ડભોઈમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે

Recommended