‘મહા’ વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઘટ્યા બાદ રિકર્વ થઈ ગુજરાત ભણી, દીવ છોડવા પ્રવાસીઓને અપીલ
  • 4 years ago
દીવ/ અમદાવાદ:અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ભારે વરસાદ અને દરિયો તોફાની બનવાની શક્યતા છે ‘મહા’ વાવાઝોડું ગુજરાતના તટ તરફ આજે બપોરે રિકર્વ થઈને ગુજરાત આવી રહ્યું છે હાલ તેની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે જો કે ‘મહા’ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે જ્યારે દીવ જિલ્લા પ્રશાસને વાવાઝોડાના પગલે પ્રવાસીઓને દીવ છોડી દેવા અપીલ કરી છે આવતીકાલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર છે 7મી નવેમ્બરે વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દીવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે
Recommended