સરકારી ઓફિસમાં હેલમેટ પહેરીને નોકરી કરવા મજબૂર, છત તૂટતી હોવાથી બચવાનો જૂગાડ કર્યો
  • 4 years ago
યૂપીના બાંદામાં આવેલી વિજળી વિભાગની ઓફિસમાં આજકાલ અજીબોગરીબ નજારો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે તો લોકો રોડ પર ડ્રાઈવ કરતાં સમયે પણ હેલમેટ પહેરવામાં આનાકાની કરે છે ત્યાં આ સરકારી ઓફિસમાં કર્મચારીઓ હેલમેટ પહેરીને ફરજ નિભાવે છે તેમનું આવું કરવાનું કારણ છે આ ઓફિસની જર્જરિત થઈ રહેલી છત કે જેનું પ્લાસ્ટર ગમે ત્યારે તૂટીને પડે છે છેલ્લા 2 વર્ષથી આવી હાલતમાં રહેલી આ ઓફિસનું સમારકામ કરવા માટે પણ તેમણે અનેક વખત લેખિતમાં ફરિયાદો કરી હતી જેનો કોઈ જ નિકાલ ના આવતાં અંતે કર્મચારીઓ જીવ બચાવવા માટે આ રીતે જ હેલમેટ પહેરીને નોકરી કરી રહ્યા છે આખો મામલો પ્રકાશમાં આવતાં જ વીજ વિભાગના ચીફ એન્જિનિયર પણ હરકતમાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ આ રીતે કામ કરે છે તે વાત તેઓ જાણતા નથી પણ આ મામલો મીટર વિભાગના ટીન શેડનો છે જેની જાણ થતાં અમે જલ્દી તેને રિપેર કરવાની કાર્યવાહી હાથ ધરીશું
Recommended