નારુહિતોએ 2 હજાર વર્ષ જૂનું રાજવંશી સિંહાસન સંભાળ્યું
  • 5 years ago
જાપાનમાં મંગળવારે નવા રાજા નારુહિતોનો રાજ્યાભિષેક થયો તેમણે એક ભવ્ય સમારંભમાં રાજસિંહાસન સંભાળી લીધું તેઓ જાપાનના 126મા રાજા બન્યા છે જાપાનમાં રાજવંશની પરંપરા 2000 વર્ષ જૂની છે વર્તમાન રાજા અકિહિતોએ ક્રાઇસેંથિમમ થ્રોન એટલે રાજસિંહાસન પુત્ર નારુહિતોને સોંપ્યું તેનું વજન 8 ટન છે મુખ્ય સમારંભ ઇમ્પિરિયલ પેલેસના પાઇપ રૂમમાં યોજાયો રાજ્યાભિષેક દરમિયાન નારુહિતોની સાથે તેમની પત્ની મહારાણી મસાકો પણ હતાં મસાકો પૂર્વ રાજદ્વારી છે નારુહિતોએ કહ્યું કે હું રાજસિંહાસન સંભાળવાની જાહેરાત કરું છું હું જાપાન સહિત વિશ્વમાં શાંતિ અને ખુશહાલીની કામના કરું છું સમ્રાટ નારુહિતોનું વડાપ્રધાન શિન્જો આબેએ અભિવાદન કર્યું હતું તેમણે કહ્યું કે મહામહિમ સમ્રાટ, તમે જાપાનના લોકોની એકતાના પ્રતીક છો અમે હંમેશા તમારું સન્માન કરીશું આ સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત 50 દેશોના પ્રતિનિધિ સામેલ થયા હતા
Recommended