અંતિમ સંસ્કાર સમયે મડદું બેઠું થતાં અફડાતફડી સર્જાઈ, ઘરવાળાઓએ માર્યો લોચો
  • 5 years ago
13 ઓક્ટોબર રવિવારે આ 52 વર્ષીય વ્યક્તિનું વિજળી પડતાં જ મોત થયું હતું સીમાંચલ મલિક નામના આ આધેડને જ્યારે ઘરવાળાઓ સ્મશાનમાં લઈ ગયા હતા ત્યારે અંતિમ સંસ્કાર સમયે લોકો તેમને બેઠા થયેલા જોઈને ગભરાઈ ગયા હતા કોસ્ટલ ગંજમ જિલ્લામાં આવેલા સોરડા પાસેના લાઉખલા ગામમાં આ અજીબોગરીબ ઘટનાક્રમ સામે આવ્યો હતો મળતી વિગતો પ્રમાણે મલિક જ્યારે જંગલમાં બકરીઓ ચરાવવા ગયા હતા ત્યારે તેઓ બેભાન હાલતમાં મળ્યા હતા ઘરવાળાઓએ પણ તેમને દવાખાને લઈ જવાના બદલે મૃત સમજીને અંતિમ સંસ્કારની વિધી શરૂ કરી દીધી હતી સ્મશાનમાં ગયા બાદ જ્યારે તેમની લાશને ચિતા પર ગોઠવવાનું ચાલતું હતું ત્યાં જ મલિક બેઠા થઈને આજૂબાજૂનો માહોલ જોવા લાગ્યા હતા તો આ તરફ ડાઘુઓ પણ ચિતા પર જીવતું થયેલું મડદું જોઈને ભાગ્યા હતા
આખી ઘટના સામે આવતાં જ સ્થાનિક મીડિયા પણ તેમના ઘરે ઉમટી પડ્યું હતું જેમની સાથે વાત કરતાં સીમાંચલ મલિકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી તાવ આવવાથી તેમને અશક્તિ હતી જ્યારે બકરીઓ ચરાવવા જંગલમાં ગયા ત્યારે વિજળી પડવવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા તેઓ ત્યારે ભાનમાં આવ્યા જ્યારે સ્મશાનમાં ડાઘુઓ તેમને ચિતા પર ગોઠવવાની તૈયારી કરતા હતા પોતાની જાતને ઠાઠડીમાં જોતાં જ તેઓ સફાળા બેઠા થઈ ગયા હતા
આખી ઘટનાની હકીકત જાણ્યા બાદ તરત જ તેમને દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેઓ હવે સ્વસ્થ છે તો આ તરફ તેમની પત્નીએ પણ પહેલાં દવાખાને ના લઈ ગયા તે માટે અફસોસ વ્યક્ત કર્યો હતો
Recommended