મેઘરાજાની મહેર થતાં જગતાત ખુશ, ડાંગરની રોપણીનાં શ્રીગણેશ
  • 5 years ago
સુરતઃ વરસાદી વાતાવરણ હાલમાં સારુ રહેતા ખેડુતોમાં ખુશી છવાઈ રહી છે ચાલુ વર્ષે વરસાદની સીઝન મોડી રહેવાને કારણે ડાંગરનાં પાકનું તરુ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ વરસાદ ન આવતા ખેડુતોને પાક ન થવાની ચિંતા વધી હતી પરંતુ છેલ્લા અઠવાડિયામાં વરસાદ સારો રહેતા ઓલપાડના ગામોની સીમમાં ડાંગર માટે પાણી ભરાઈ ચુક્યું હોવાથી ખેડુતોમાં ખુશી છવાઈ હતી ડાંગરને પુરતું પાણીની જરૂરીયાત હોવાથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ચાલુ વર્ષે પાકનું ઉત્પાદન વધશે એવી આશાએ ખેડુતોએ ડાંગરના પાકની વાવણી શરૂ કરી દીધી હતી