ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક પર હુમલો કરી 2 બુકાનીધારીએ 11 લાખની લૂંટ ચલાવી

  • 5 years ago
ગાંધીધામ: શહેરની ગાંધી માર્કેટના પહેલા માળે આવેલી બાબુલાલ આંગડીયા પેઢી પર આજે બુકાનીધારીઓ લૂંટ ચલાવી હતી આંગડીયા પેઢીના સંચાલક પર હુમલો કરીને લૂંટને અંજામ આપીને લૂંટારું નાસી છૂટ્યા હતા 11 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ગાંધીધામના મેઈન માર્કેટમાં ધોળા દિવસે બાબુલાલ પેઢીના સંચાલક બાબુલાલ પ્રજાપતિ પર બે બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો અને તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લૂંટી લેવામાં આવ્યા હતા આંગડીયા પેઢીમાંથી આશરે 11 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું

Recommended