સુરતના હજીરા રોડ પર બાઈક સવારને કન્ટેનર ચાલકે કચડ્યો, CCTVમાં એક્સિડન્ટ કેદ થયો
  • 5 years ago
સુરતઃહજીરા રોડ પર એક કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લઈ કચડ્યો હતો અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

એલએન્ડટીના ગેટ સામે એક્સિડન્ટ

હજીરા રોડ પર આવેલી એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર-2ની સામે પૂરપાટ જતા એક કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો અડફેટે આવેલા બાઈક સવાર પર કન્ટેનરનું ટાયર ફરી વળ્યું હતું જેથી ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાઈક સવારની ઓળખ થતા હજીરાના જુનાગામમાં રહેતો રમેશ ઠાકોરભાઈ પટેલ(ઉવ45) હોવાનું જાણવા મળ્યું હતું જે સુરતથી ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન અકસ્માત નડ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું

સીસીટીવીમાં કેદ થયો એક્સિડન્ટ

સીસીટીવીમાં સમગ્ર એક્સિડન્ટ કેદ થયો હતો જેમાં કન્ટેનર ફૂલ સ્પીડે દોડતું તેની આડે યુ ટર્નનો પોઈન્ટ આવતાં બાઈક ચાલક ત્યાં વળવા માટે ગયો હતો જો કે,કેન્ટેનર ચાલકે બાઈક ચાલકને બચાવતો હોય તેમ પોતાનું કન્ટેનર સાઈડમાં લેવા પ્રયત્ન કર્યો હતો તેમ છતાં તે કચડાઈ ગયો હોય તેવું સીસીટીવીમાં દેખાય છે

અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ

હજીરા રોડ પર અવાર નવાર અકસ્માતો થતા રહેતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા અકસ્માતનો પગલે વિરોધ પણ કરવામાં આવે છે અને રજૂઆતો પણ કરવામાં આવી છે જોકે, આ મામલે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું
Recommended