વેંકૈયા નાયડુએ કહ્યું- બહારથી આવનારાઓએ દેશને લૂંટ્યો અને બરબાદ કર્યો
  • 5 years ago
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશમાં ભણાવવામાં આવનાર ઈતિહાસ પર સવાલ ઉઠાવ્યો છે પુનામાં એક પુરસ્કાર સમારંભ દરમિયાન નાયડુએ કહ્યું કે ભારતમાં લાંબા સમય સુધી કોલોનિયલ શાસન રહેવાને કારણે આપણો ઈતિહાસ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે આમ જાણી જોઈને કરવામાં આવ્યું છે, જેથી ભારતની ખરાબ છાબી રજૂ કરી શકાય બહારથી આવનાર જે લોકોએ દેશ પર હુમલો કર્યો, લૂંટ્યા, છેતરપિંડી કરી અને બરબાદ કર્યા તેમના વિશે આપણને તેઓ મહાન હતા એવું કહેવામાં આવે છે

વેંકૈયાએ કહ્યું કે ઈતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર, જ્ઞાનેશ્વર, રાણી લક્ષ્મીબાઈ, શંકરાચાર્ય વિશે વધુ કઈ જ નથી લોકો કહે છે કે ભારતની જીડીપી એક સમયે 20% હતી ભારતે ક્યારે પણ કોઈ દેશ પર હુમલો કર્યો નથી આપણે વિશ્વ ગુરુ હતા જોકે આ બધો ઈતિહાસ આપણને જણાવવામાં આવતો નથી આ કારણે હું કહું છું કે આપણે દેશનો સાચો ઈતિહાસ લોકો સમક્ષ રજૂ કરવો જોઈએ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પુરાતત્વ વિજ્ઞાનમાં આપણા ખોટા ઈતિહાસને સાચો કરવાની ક્ષમતા છે
Recommended