પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ,સંખ્યાબંધ લોકોનાં મોત
  • 5 years ago
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પેશાવર, રાવલપિંડી અને લાહોરના વિસ્તારોમાં ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઇ છે આ ભૂકંપની તીવ્રતા 63ની જણવવામાં આવી છે જે 8-10 સેકેન્ડ સુધી ચાલ્યો હતો પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેના લીધે પાંચ લોકોના મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા વધારે છે અહીં ઘણા મકાનોમાં દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી રસ્તાઓમાં પહોળી તિરાડો પડી ગઇ હતી અને ગાડીઓ અંદર ઘૂસી ગઇ હતી

પાકિસ્તાનના મેટેરોલોજીકલ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે ભૂકંપ 10 કિલોમીટર અંદરથી ઉદભવ્યો છે અત્યારે લોકો શોશિયલ મીડિયા પર તસવીરો અને માહિતી શેર કરી રહ્યાં છે ભારતમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે
Recommended