વડાપ્રધાનનો જન્મદિન, લંડનમાં રહેતી અમદાવાદી યુવતીએ PM મોદીના ફેવરિટ ખાંડવી-શ્રીખંડની કેક બનાવી

  • 5 years ago
અમદાવાદઃ17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી 69માં જન્મ દિવસને લઈ હાલ લંડનમાં રહેતી અને મૂળ અમદાવાદી અનુજા વકીલે એક ખાસ કેક તૈયાર કરી છે અનુજાએ એક વીડિયો દ્વારા પીએમ મોદીના જન્મદિને તૈયાર કરેલી કેક અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજે અનુજા હેલ્ધી ડિલાઈટ્સ માટે ખાસ દિવસ છે, કારણ કે આજે આપણા વડાપ્રધાન મોદીજીનો જન્મ દિવસ છે, મેં તેમના માટે આજે તેમની ફેવરિટ વાનગી ખાટા-મીઠા સફેદ ઢોકળા, ખાંડવી અને બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યા મેં તેને આજે કેકમાં કન્વર્ટ કરી છે અને આજે આખી કેક બદામ-પિસ્તાથી ભરપૂર છે માત્ર એટલું જ નહીં, મેં તેમની અત્યાર સુધીની સિદ્ધિઓ કેકમાં આવરી લીધી છે જેમાં આરએસએસ જોઈન કર્યું તે, વડનગર, ચા વેચવાનો ફોટો, તેમના માર્ગદર્શક વકીલ સાહેબ, વિકાસ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી સિદ્ધિઓને કેકમાં સમાવી છે

લંડનનાં હેરો સિટીનાં મેયર પણ કપ કેકની પ્રશંસા કરી ચૂક્યા છે
લંડનની હેરો સિટીનાં તત્કાલિન મેયર કલ્લર માર્ગેટ ડાવિનને પણ ડાયાબિટીસ ટાઇપ-2ની બીમારી છે જ્યારે હેરોનાં મેયર એક ફંકશનમાં આવ્યા હતાં ત્યારે કપ કેક ખાવાનો ઇન્કાર કર્યો હતો આ વાતનાં કારણે અનુજાએ સ્પેશિયલ મેયર માટે સુગર ફ્રી કપ કેક તૈયાર કરી આ કપ કેકને બેક કરવા માટે યોગર્ટ પણ ઉપયોગમાં લીધું હતું જ્યારે મેયરે તેમને હાઇ-ટી માટે ઇન્વાઇટ કર્યાં ત્યારે તેમને સુગર ફ્રી કપ કેક પસંદ આવી હતી

અનુજા એક સમયે અમદાવાદમાં ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતી
37 વર્ષીય અનુજા વકીલ અમદાવાદમાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરતી હતી, લગ્ન બાદ તે તેના પતિ સાથે લંડન શિફ્ટ થઈ હતી અનુજા હાલ તેના પતિ અને પુત્ર સાથે લંડનના હેરોમાં રહે છે અને સાથે હેલ્ધી ડિલાઈટ્સમાં ડાયાબિટિક લોકો માટે હેલ્ધી કપ કેક્સ તૈયાર કરે છે હાલ હેલ્ધી કપ કેક્સ જાણીતું નામ બની ગયું છે પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્ધી કપ કેક બનાવવાનું શરૂ કરી દીધું છે

Recommended