આંધ્રપ્રદેશ વિધાનસભાના પૂર્વ સ્પીકરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • 5 years ago
આંધ્રપ્રદેશના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કોડેલા શિવ પ્રસાદ રાવે હૈદરાબાદમં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે 72 વર્ષના રાવ રાજ્યમાં વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા રાવ વિધાનસભાની સંપત્તિ ચોરી કરવા અંગેના વિવાદમાં ઘેરાયેલા હતા

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે રાવને બસવતારકમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમના મૃત્યુની પૃષ્ટી કરી હતી તેમના પરિવારમાં પત્ની શશિકલા, પુત્રી ડો વિજયા લક્ષ્મી અને બે દીકરા ડો શિવ રામ કૃષ્ણ અને ડો સત્યનારાયણ છે તેલંગાણાના મુખ્યમંત્રી કેચંદ્રશેખર રાવે પૂર્વ સ્પીકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે

આંધ્રપ્રદેશના વિભાજન બાદ રાવ 2014માં સ્પીકર બન્યા હતા તેઓ 6 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે રાવે પાંચ વખત નરસરાવપેટ ખાતેથી અને 2014માં સત્તેનાપલ્લીથી જીત્યા હતા તેઓ ઘણી વખત મંત્રી પણ રહી ચુક્યા છે 1983માં રાવ TDPમાં સામેલ થયા હતા
Recommended