વડોદરાની સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ICUમાં લાગેલી આગ કાબૂમાં, 45 નવજાત બાળકોને રેસ્ક્યૂ કરાયા
  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે 45 જેટલા નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે કોઇ સદનસીબે જાનહાની થઇ નથી

પીડિયાટ્રીક વિભાગમાં આગ પર કાબૂ મેળવવાના પુરતા સાધનો નહોતા
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના બાળકોના આઇસીયુમાં આજે બપોરે પોણા ત્રણ વાગ્યે અચાનક જ આગ ફાટી નિકળી હતી જેને કારણે હોસ્પિટલ સ્ટાફ અને બાળકોના પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી ઘટનાની જાણ કરવામાં આવતા વડોદરા ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યાં હતાસયાજી હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગમાં આગ પર કાબૂ મેળવવા માટેનો પુરતા સાધનો નહોતા જેના કારણે ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવામા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

45 બાળક દર્દીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, પીડિયાટ્રીક વિભાગમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી આગ લાગતા જ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ સ્થળ પર પહોંચી ગયા હતા અને 45 બાળક દર્દીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે કોઇ જાનહાની થઇ નથી તકેદારીના ભાગરૂપે બિલ્ડીંગ ખાલી કરી દેવામાં આવી હતી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવીને દર્દીઓને બચાવવા માટેની કામગીરી કરી છે ફાયર બ્રિગેડ પણ બનાવ બનતા આવી પહોંચ્યું હતું અને તેઓએ એસીમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી બાળ દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને તેઓને ઓક્સિજન સહિતની સુવિધા કરી દેવામાં આવી છે
Recommended