ત્રણ લાખ કરોડ રૂપિયાની નેટવર્થવાળા જેકમાં 55ની ઉંમરે ચેરમેન પદેથી નિવૃત્ત થયા
  • 5 years ago
ચીનના અલીબાબા ગ્રૂપના ચેરમેન જેક મા મંગળવારે નિવૃત્ત થઈ ગયા છે તેમણે સીઈઓ ડેનિયલ ઝાંગને કમાન સોંપી દીધી છે જેક માએ નિવૃત્તીની જાહેરાત એક વર્ષ પહેલાં જ કરી દીધી હતી આટલા સમય દરમિયાન તેઓ ઝાંગને બધુ કામકાજ સમજાવી રહ્યા હતા જેક મા હવે ટીચિંગ અને સમાજસેવાના કામ સાથે જોડાશે 1999માં અલીબાબાની શરૂઆત કરતા પહેલા તેઓ ઈંગ્લિશના શિક્ષક હતા નિવૃત્તી માટે તેમણે તેમનો જન્મદિવસ અને ટીચર્સ-ડેને પસંદ કર્યો હતો જેક માનો આજે જન્મ દિવસ છે ચીનમાં ટીચર્સ ડે 10 સપ્ટેમ્બરે યોજાય છે જેક મા આગામી વર્ષ સુધી સલાહકાર તરીકે કંપનીના બોર્ડમાં રહેશે
Recommended