જેટલીનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે ભાજપ મુખ્યાલય લવાયો, અમિત શાહ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
  • 5 years ago
પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના અંતિમ સંસ્કાર આજે બપોર બાદ નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે જેટલીનો પાર્થિવ દેહ તેમના ઘરે રાખવામાં આવ્યો હતો તેને સવારે 11 વાગ્યાથી અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવશે જેટલીએ શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા તેઓ 66 વર્ષના હતા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા જેટલીને કેન્સર થયું હતું તેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતાજેટલીના ઘરે શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ આડવાણી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મિલિંદ દેવડા, જેપી નડ્ડા, રામવિલાસ પાસવાન, ચિરાગ પાસવાન, પ્રકાશ જાવડેકર, અરવિંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, નવીન પટનાયક, જયોતિરાદિત્ય સિંઘિયા, વિજેન્દ્ર ગુપ્તા, શાજિયા ઈલ્મી, શાહનવાઝ હુસેન, મનોજ તિવારી, ગોતમ ગંભીર, એસ જયશંકર, ડોહર્ષવર્ધન સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા
Recommended