રાજકોટમાં 3 કાર, 3 બાઇક, બુલેટ, ત્રણ માળ ઉંડો કૂવો, કાર પર યુવતીના મોતના ખેલ

  • 5 years ago
રાજકોટઃ3 માળ જેટલો ઉંડો એક કુવો, અંદર 3 કાર, 3 બાઇક, 1 બુલેટ અને કારની ઉપર એક યુવતી આ દ્રશ્ય છે રાજકોટમા ચાલતા લોકમેળાના મોતના કૂવાના એક મોતના કૂવામાં આટલા વાહન તળીયાથી લઇ ટોચની સપાટી સુધી એવી સ્પીડે ચાલે કે આખો મોતનો કૂવો હલાવી નાખે એટલું જ નહીં સાથે સાથે દર્શકોના હ્રદયના ધબકારા ચૂકાવી દે એવા જીવ સટોસટના ખેલ કરતી પૂજા નામની યુવતી સ્પીડમા ચાલતી કાર પર આરામથી બેસી લોકોનું મનોરંજન કરે છેDivyaBhaskar સાથેની વાતચીતમા દિલ્હીથી આવેલી પૂજા કહે છે આ લોકો માટે મનોરંજન છે, પરંતુ અમારા માટે જીવન-મરણનો ખેલ છે જો નજર ચુક્યા તો મોત નક્કી, દરેક ખેલ જાણે અંતિમ હોય તે રીતે ઇશ્વરને પ્રાર્થના કરી રાઉન્ડ શરુ કરીએ છીએ

જ્યાં મેળો હોય ત્યાં જવાનું, બે વર્ષ તો રિહર્સલ કરીએ છીએ

પૂજા સહિત મોતના કુવામાં બાઇક અને કાર ચાલકોના ડ્રાઇવરે જણાવ્યું હતું કે આ રીતની પ્રેક્ટિસ અમે બે બે વર્ષ સુધી કરીએ છીએ આ દરમિયાન અનેક વખત નાની મોટી ઇજા પણ થતી હોય છે પરંતુ ધ્યાન કેન્દ્રિત કરી આ કામ કરવું પડે છે, નજર ચૂકી તો દુર્ઘટના ઘટી તે નક્કી જ હોય છે આ બધું પેટ માટે કરવું પડે છે રાજકોટમા લોકમેળામાં 4થી વધુ મોતના કુવા છે મોતના કુવામાં મોટાભાગના પ્રરપ્રાંતિય લોકો રોજી રોટી માટે જીવ સટોસટના ખેલ કરે છે તે લોકો કહે છે ગરીબીને કારણે પરિવારને ગામડે મુકીને અમારે જ્યાં મેળો હોય ત્યાં પહોંચવું પડે છે

બાઈક ને કાર ચલાવતી વખતે બને હાથ છુટા અને કાર ચાલક બહાર આવે

મોતના કુવામાં બાઇકને વાહન ચાલકો એક જ કૂવામાં 6 થી 7 વાહનો ફેરવે છે એટલું જ નહીં એ પણ છુટ્ટા હાથે ફેરવે છે અને કાર ચાલક તો ચાલુ કારે બહાર સુધી આવી જાય છે

એક રાઉન્ડના 200થી 500 રૂપિયા મહેનતાણું

લોકમેળા દરમિયાન મોતના કૂવામાં રોજ અનેક રાઉન્ડ થતા હોય છે, એક રાઉન્ડ 10 મિનિટ જેટલો ચાલે છે તેમાં બુલેટ આવે ત્યાર બાદ ધીમે ધીમે એક પછી એક એમ ત્રણ કાર એન્ટ્રી કરે અને પછી અન્ય બે બુલેટ આવે અને લાકડા અને લોખંડના ટેકે બનાવેલા મોતના કૂવામાં તળીયાથી લઇ ઉપરની સપાટી સુધી ગોળ ગોળ ફરે, જોવા વાળાને પણ ચક્કર આવી જાય અને કોઇ ટોચ પર દર્શક રુપિયા બતાવે તો આંખના પલકારામા વાહન ચાલક રુપિયાની નોટ લઇ નીકળી જાય છે આ સ્ટંટ માટે જેવા કરતબ તે મુજબ મહેનતાણું મળે છે એક રાઉન્ડના 200થી 500 રૂપિયા મળે છે

પ્રથમ સ્ટંટ જ છે,મોતનો ડર રાખીશું તો પેટ કેમ ભરીશું

પ્રથમ વખત મોતના કૂવામાં બુલેટ વડે આસિફભાઇ સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે આસિફ ભાઈએ જણાવ્યું હતું કે, પહેલા હું સુઝુકી બાઇક ચલાવતો હતો પરંતુ હવે લોકો બુલેટ વધુ પસંદ કરે છે, માટે તેઓ બે મહિના સતત પ્રેક્ટિસ કરી આજે મોતના કૂવાની અંદર બુલેટ પર બેસી સ્ટંટ કરી લોકોને મનોરંજન પૂરું પાડે છે અને લોકોની ખુશીમાં પોતાની ખુશી જોઇ જીવના જોખમે સ્ટંટ કરતા નજરે પડે છે તે કહે છે કે બુલેટમાં પ્રથમ વખત જ સ્ટંટ કરી રહ્યો છું જો મોતથી ડરી જઇશું તો પરિવારનુ પેટ કેમ ભરીશું

Recommended