ગુજરાતની 2000 રાજપુતાણીઓએ એકસાથે તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, અદભૂત આકાશી નજારો
  • 5 years ago
શુરવીરોની ધરતી કહેવાતી ગુજરાતની ધરા પર અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો હતો જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો એક સાથે તલવારબાજી કરી હતી આ મહિલાઓ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે તેમના આ શોર્ય અને શક્તિના સ્વરૂપ સમાન પ્રદર્શનના આકાશી દૃશ્યો એટલે કે ડ્રોન વીડિયોઝ પણ સામે આવ્યા હતા જેમાં જોઈ શકાય છે સતત એક મહિના સુધી પ્રેક્ટિસ કરીને કેવી અદભુત તલવારબાજી કરી હતી ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો હતો આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Recommended