વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયનના નામે છે
  • 5 years ago
કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે એવા ખેલાડી વિશે વાત કરીશું જેના નામે વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ છે આ ખેલાડી ન તો સચિન તેંડૂલકર છે કે ન રિકી પોન્ટિંગ તે ન ક્રિસ ગેલ છે કે નાતો વિરાટ કોહલી આ ખેલાડી છે આયર્લેન્ડ જેવા નાનકડા દેશનો કેવિન ઓ બ્રાયન

વાત છે 2011ના વર્લ્ડકપની, ગ્રુપ Bના ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે બેંગલૂરુમાં મેચ રમાઈ હતી ઈંગ્લેન્ડે પહેલાં બેટિંગ કરી 50 ઓવરમાં 8 વિકેટે 327 રન બનાવ્યા જવાબમાં આયર્લેન્ડે 491 ઓવરમાં 329 રન કરીને મેચ જીતી લીધી આ જીતમાં સૌથી મોટો ફાળો કેવિન ઓ બ્રાયનનો હતો કેવિને 63 બોલમાં 113 રન બનાવ્યા મોટી વાત તો એ છે કે, કેવિને 50 બોલમાં જ શાનદાર સદી ફટકારી જે અત્યાર સુધીની વર્લ્ડકપની સૌથી ઝડપી સદી છેકેવિને પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા આ રેકોર્ડ પણ હજી સુધી કોઈ તોડી શક્યું નથી, આશા રાખીએ કે 2019માં આ રેકોર્ડ તૂટે
Recommended