ઝાલાવાડના ત્રણ યુવાનેએ 'ઘૂડખર' અને 'ફ્લેમીન્ગો' કૃતિ બનાવી, અભયારણ્ય જીવંત કર્યું

  • 5 years ago
પાટડી: રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખર અને ફ્લેમીંગોના ઝુંડ માટે 'અભયારણ્ય' વિસ્તાર પ્રખ્યાત છે ત્યારે ઝાલાવાડના ત્રણ યુવા મિત્રોએ 25 દિવસની અથાગ મહેનત બાદ આબેહુબ 'ઘૂડખર' અને 'ફ્લેમીન્ગો' બનાવી અભયારણ્યને જીવંત બનાવ્યું છે પાટડી તાલુકાના ઇમરાન મલેકે ધ્રાંગધ્રાના પોતાના બે મિત્રો ઉત્પલ પંડ્યા અને શ્રીજેશ પંચાલ સાથે મળીને રણકાંઠાની શાન ગણાતા ઘૂડખર અને ફ્લેમીંગોની કૃતિ બનાવવાનો નિશ્ચય કર્યો હતો જેમાં સૌ પ્રથમ માટીકામથી કાચુ ઘૂડખર બનાવી પીઓપી મોલ્ડ લઇને એમાં ફાઇબર કાસ્ટિંગ કરીને 17 પીસમાં બનાવેલા ઘૂડખરના પૂતળાને જોઇન્ટ કર્યા પછી એમાં રાત-દિવસ ઘસાઇ કામ કરવામાં આવ્યું હતુ

Recommended