કાબૂલમાં શનિવારે મોડી રાત્રે થયેલા બોમ્બ બ્લાસ્ટ
  • 5 years ago
અફઘાનિસ્તાનના કાબૂલમાં શનિવારે એક લગ્ન સમારંભમાં બ્લાસ્ટ થયો હતો તેમાં લગભગ 61 લોકોના મોત થયા છે, જયારે 171 લોકોને ઈજા થઈ છે અફધાનના પત્રકાર બિલાલ સરવરીના જણાવ્યા પ્રમાણે, હજાર સમુદાયના લગ્નમાં બ્લાસ્ટ થયો હતો

દારૂલમાન વિસ્તારમાં આ ઘટના થઈ હતી અહીં માઈનોરિટી શિયા હજારા સમુદાયના લોકો મોટા પ્રમાણમાં રહે છે ગૃહ મંત્રાલયના પ્રવકતા નુસરત રહીમીના જણાવ્યા પ્રમાણે, ઘટના શનિવારે રાતે સ્થાનિક સમય પ્રમાણે 1040 (ભારતીય સમયઅનુસાર 1140) વાગ્યાની છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટના સમયે વેડિંગ હોલમાં મહેમાન હતા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને આ ધટનાની જવાબદારી લીધી નથી
Recommended