પાણીમાં તણાઈને જતી પાંચ માળની બિલ્ડિંગનો વીડિયો જોઈને યૂઝર્સ ચમક્યા, બહાર આવ્યું અલગ જ સત્ય
  • 5 years ago
પાંચ માળની તણાઈને જઈ રહેલી એક બિલ્ડિંગના વીડિયોએ સોશિયલ મીડિયામાં યૂઝર્સને વિચારતા કરી દીધા હતા નદીમાં તણાઈને જઈ રહેલી આવડી મોટી ઈમારતને જોઈને બધાને નવાઈ લાગી હતી યૂઝર્સે પણ તેના પર જાતજાતની કોમેન્ટ્સ કરી હતી એક યૂઝર્સે તેને જોઈને કોમેન્ટ કરી હતી કે આ ગ્રાફિક્સના માધ્યમથી બનાવેલો વીડિયો છે જો કે, આ રીતે તણાઈને આગળ વધી રહેલી ઈમારતના વીડિયોની સચ્ચાઈ અલગ સામે આવી હતી તમને જણાવી દઈએ કે આ કોઈ પૂરે સર્જેલી હોનારત નહોતી પણ માનવસર્જિત ઘટના હતી પાણીમાં પાંચ માળની ઈમારત તણાતી નહોતી પણ તરતી હતી હકિકતમાં આ વીડિયો નવેમ્બર 2018નો છે જે મુજબ આ પાંચ માળની તરતી રેસ્ટરૉ છે સંજોગો અને નિયમો બદલાતાં ચોંગિગમાં આવેલી આ અનોખી રેસ્ટરૉને અન્ય સ્થળે ખસેડવી પડી હતી જે માટે આખી પાંચ માળની આ તરતી રેસ્ટરૉને બોટ સાથે જ ખેંચીને બીજા સ્થાને લઈ જવાઈ હતી ટ્વિટર પર અને અન્ય સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોની આ વાસ્તવિકતા સામે આવતાં જ ફરીવાર યૂઝર્સે ચીનની ટેકનોલોજીના વખાણ ચાલુ કર્યા હતા
Recommended