બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ
  • 5 years ago
મુંબઈની બાંદ્રામાં આવેલી મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી છે બચાવ અભિયાન માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે ફાયરવિભાગના બચાવકર્મીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી બચાવકાર્ય હાલ હજુ ચાલુ છે મહત્વનું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે, તેની છત પર 100 લોકો ફસાયા છે જેમને સુરક્ષિત બહાર કાઢવાનું કામ ચાલુ છે આ પહેલા મુંબઈમાં જ તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલ પાસે આવેલી ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી ફાયરવિભાગના કર્મચારીઓએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું સાથે બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા
Recommended