પતિની શહાદત બાદ એરફોર્સ જોઈન કરવાનું સ્વપ્ન હતું, 2020માં જોઈન પણ કરશે
  • 5 years ago
સ્ક્વોડ્રન લીડર સમીર અબરોલ તેમના મિરાજ વિમાનને નડેલા અકસ્માતમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં બેંગાલુરુ ખાતે શહીદ થયા હતા ભારતીય હવાઇ દળના સ્ક્વોડ્ર્‌ન લીડર સમીર અબરોલ શહીદ થયા બાદ એની પત્ની ગરિમાએ પતિની જવાબદારી પૂરી કરવાનું બીડું ઝડપ્યુ હતું ફિઝિયોથેરાપીસ્ટ એવાં ગરિમાએ પોતાના પરિવારજનોની પરમિશન લઇને હવાઇ દળની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો આ નિર્ણય બાદ ગરિમાને હવાઇ દળમાં તક આપવાનો પ્રસ્તાવ એરફોર્સ એકેડેમી અ્‌ને એરફોર્સ સિલેક્શન બોર્ડને મોકલવામાં આવ્યો હતો જે પ્રસ્તાવને આ બંને સંસ્થાઓએ સ્વીકારીને તેમને તાલીમ માટે નિમંત્રિત કર્યાંહતાં ગરિમા પણ એરફોર્સની આકરી તાલીમ ધીરજભેર લેતાં રહ્યાં હતાં અથાગ મહેનત અને ધગશ બાદ ગરિમા અબરોલે વાયુસેનામાં જોડાવા માટે એઅફએસબી વારાણસીમાં થયેલા સર્વિસ સિલેક્શન બોર્ડનો ઈન્ટરવ્યૂ પણ પ્રથમ પ્રયત્ને જ ક્લિયર કરી લીધો છે હવે ગરિમા 2020માં ભારતીય વાયુસેનાનો હિસ્સો બની જશે શહીદ સમીર અબરોલના પત્ની તરીકેની આ અસાધારણ જર્નીને દુનિયાએ સરાહી હતી મળતી વિગતો પ્રમાણે ગરિમા તેલંગાણાના ડુંડીગલ ખાતે આવેલી એરફોર્સ એકેડમી જોઈન કરશે રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપડાએ ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી જેમાં તેમણે ગરિમાની આ જર્નીની સરાહના કરતાં તેમને અસાધારણ વસ્તુમાંથી બનેલી મહિલા તરીકે બિરદાવી હતી
Recommended