ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેને ઉતરવુ યુવાનને ભારે પડ્યું, ટ્રેન નીચે આવી જતા મોત
  • 5 years ago
ભરૂચઃભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરવા જતા યુવાન ટ્રેન નીચે આવી જતાં મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પરના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી આ ઘટના ટ્રેનમાંથી ઉતાવળે ઉતરતા લોકો માટે લાલબત્તી સમાન છે

ગત 7 જુલાઇના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ઇકરામ ઇકબાલભાઇ પટેલે(28) બેલેન્સ ગુમવતા તે ટ્રેન નીચે આવી ગયો હતો અને યુવાન ટ્રેન નીચે કચડાઇ ગયો હતો અને તુરંત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે યુવાનનો બચાવી શકાયો નહોતો આ ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે
Recommended