કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાને પથ્થર મારીને વીડિયો ઉતારતા બે યુવાનનો વીડિયો વાયરલ
  • 5 years ago
વડોદરાઃ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દિપડાના પાંજરાની બહાર ઉભેલા બે યુવકો પૈકી એક યુવક પથ્થર વડે પાંજરામાં રહેલા દીપડાને પથ્થર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે જેથી પ્રાણીઓની સુરક્ષા માટે મૂકાયેલી સિક્યુરીટી સામે સવાલો ઉભા થયા છે વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત પ્રાણીસંગ્રહાલયમાં બે યુવાનો દિપડાના પાંજરાની બહાર ઉભા હતા થોડા સમય બાદ એક યુવાને લોખંડની રેલિંગ ઓળંગી પાંજરાની એકદમ નજીક પહોચી ગયો હતો જ્યારે નીચે પડેલા પથ્થરને લઈને પીંજરામાં રહેલા દીપડાને મારવા લાગ્યો હતો જ્યારે તેની સાથે ઉભેલો અન્ય યુવાન મોબાઇલમાં દીપડાના દ્રશ્યો કેદ કરતો હતો
Recommended