ઉનામાં ગાજવીજ સાથે 3 ઇંચ, રાજકોટમાં ધીમી ધારે વરરસાદ, ગીરગઢડાના શાંગાવાડી નદીમાં પૂર આવ્યું

  • 5 years ago
રાજકોટ:ગત રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને રાત્રીથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ઉના અને ગીરમાં છેલ્લા 12 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ગીરસોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાંમાં ખુશીની લાગણી પ્રસરી છે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે

Recommended