રંગભેદની નીતિને કારણે ICCએ દક્ષિણ આફ્રિકાની ટીમ પર 22 વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો
  • 5 years ago
કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે દક્ષિણ આફ્રિકાની ટીમ અને રંગભેદની નીતિની વાત કરીશું ખેરખર તો ICCએ સરકારની રંગભેદની નીતિને કારણે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ પર 1971માં પ્રતિબંધ લગાવ્યો હતો જે 22 વર્ષ સુધી ચાલ્યો અને 1990માં જ્યારે નેલ્સન મંડેલા જેલમાંથી મુક્ત થયા તો અનૌપચારિક રીતે રંગભેદની નીતિ પણ ખતમ થઈ ગઈ 1992માં આફ્રિકામાં પહેલી લોકતાંત્રિક ચૂંટણી અને રંગભેદની નીતિ પર જનમત સંગ્રહ થવાનો હતો આ વર્ષે જ વર્લ્ડ કપ પણ હતો પરંતુ વર્લ્ડ કપના થોડા દિવસ પહેલાં સુધી દક્ષિણ આફ્રિકાના રમવા બાબતે કોઈ ચર્ચા નહોતી થતી મંડેલા ઈચ્છતા હતા કે, દક્ષિણ આફ્રિકા આ વર્લ્ડ કપમાં રમે મંડેલાની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસે ICCને અનુરોધ કર્યો તો દક્ષિણ આફ્રિકાને પહેલી વાર વિશ્વકપમાં રમવાનો મોકો મળી ગયો દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વકપમાં સારું રમી અને વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચી ગઈ જોકે સેમિફાઈનલમાં તે ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી આ રીતે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનું આગમન થયું
Recommended