જીત બાદ ‘ઉધાર’ની શેમ્પેઈનથી ટીમ ઈન્ડિયાએ મનાવ્યો હતો જશ્ન
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ વાત 25 જૂન 1983ની એ રાતની સ્થળ ક્રિકેટનું મક્કા કહેવાતુ ઈંગ્લેન્ડનું લોર્ડ્સ મેદાન કપિલ દેવની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો કોઈએ વિચાર્યુ પણ નહોતુ કે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતશે વેસ્ટ ઈન્ડિઝને પણ આશા નહોતી કે તેને ખાલી હાથે પાછા ફરવું પડશે તેનું કારણ હતું પહેલા બેટિંગ કરીને ભારતે આપેલો માત્ર 183 રનનો સરળ લક્ષ્યાંક સૌ કોઈએ માની લીધું હતું કે વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝના હાથમાં જતો રહેશે પરંતુ ઈતિહાસના પાને કંઈક બીજું જ લખાવા જઈ રહ્યું હતું ભારતે અશક્ય લાગનારી જીતને પામી ખિતાબ જીતો લીધો પવેલિયનમાં બેઠેલા ગણ્યા ગાંઠ્યા ભારતીય પ્રસંશકો નાચી ઉઠ્યા અને કપિલ દેવે દેશને પહેલો વર્લ્ડ કપ અપાવ્યો

આ જીતની ખુશી વચ્ચે રસપ્રદ ઘટના થવાની હજુ બાકી હતી એક તરફ ટીમ ઈન્ડિયા ખુશીથી ઝૂમી રહી હતી તો ડ્રેસિંગ રૂમમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ મોં લટકાવીને બેઠી હતી તેમને હજુ પણ વિશ્વાસ નહોતો કે વર્લ્ડ કપ તેઓ હારી ચૂક્યા છે કપિલ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો જોયું કે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ચારે બાજુ શેમ્પેઈનની બોટલ્સ રાખેલી હતી

જ્યારે ભારતની ઈનિંગ પુરી થઈ હતી તો ઓછો સ્કોર જોઇને વેસ્ટ ઈન્ડિઝ ટીમે માની લીધું હતું કે તેઓ જીતી જશે એટલા માટે જ જશ્ન મનાવવા શેમ્પેઇન મંગાવીને જ રાખી મુકી હતી બીજી બાજુ ટીમ ઈન્ડિયા પાસે શેમ્પેઇન નહોતી એવામાં કપિલે ઉદાસ બેઠેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમને પૂછી લીધુંકે "શું હું તમારા રૂમમાંથી શેમ્પેઇનની થોડી બોટલ્સ લઈ જઈ શકું? અમે એક પણ બોટલ નથી મંગાવી જેના પર કેપ્ટન ક્લાઇવ લૉયડે માત્ર ઈશારો કર્યો અને ખુણામાં જઈને બેસી ગયા પછી શું, કપિલ દેવ અને મોહિન્દર અમરનાથે બોટલ્સ ઉપાડી અને ટીમ ઈન્ડિયાએ આખી રાત સેલિબ્રેશન કર્યું
Recommended