ગોંડલના મોવીયામાં કાર પલ્ટી મારી જતા બે યુવકોના મોત, ત્રણને ઇજા

  • 5 years ago
ગોંડલ:ગોંડલ તાલુકાના મોવીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રીએ કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ યુવકોને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી આ અકસ્માતનો ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના હોવાની વિગતો સામે આવી છે જેમાં મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા નામના યુવકોનું મોત નીપજ્યું છે અને વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે

Recommended