બિકાનેરના રાજાના મહેલમાંથી મળેલા વિમાને 100 વર્ષ પછી ઉડાન ભરી
  • 5 years ago
લંડન:બ્રિટનના એક દંપતીએ ભંગારમાંથી મળેલા પહેલા વિશ્વ યુદ્ધ વખતના એક વિમાનનું રિસ્ટોરેશન કર્યું અને ઉડાવ્યું પણ ખરું તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે, ગાય અને જેનિસ બ્લેક નામના દંપત્તિને 1917માં બનેલું એરકો ડીએચ-9 નામનું વિમાન રાજસ્થાનમાં બિકાનેરના રાજાના મહેલમાંથી મળ્યું હતું આ વિમાનમાંથી એન્જિન કાઢી લેવાયું હતું અને તેનો ઉપયોગ મહેલની આસપાસની વિશાળ જમીન પર પાણી છાંટવા કરાતો હતો પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી બ્રિટીશ સરકારે આવા અનેક બોમ્બર વિમાન યુદ્ધમાં ભાગ લેનારા કોમનવેલ્થ દેશોને ભેટમાં આપી દીધા હતા
Recommended