હજારો વર્ષ પછી વિવિધતામાં એકતા જોવા માટે આજના દિવસનો ઉલ્લેખ થશે-PM મોદી
  • 4 years ago
અયોધ્યાના ચૂકાદાને લઇને અત્યારે વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે તેમણે કહ્યું કે દાયકાઓની ન્યાયપ્રક્રિયા અને તે સંપૂર્ણ પ્રક્રિયાનુ હવે સમાપન થયું છે હજારો વર્ષ પછી વિવિધતામાં એકતા જોવા માટે આજના દિવસનો ઉલ્લેખ જરૂર થશે આજના દિવસેજ બર્લિન વોલ તૂટીને સૌએ એકજૂટ થવાનો સંકલ્પ લીધો હતો આજે 9 નવેમ્બરે જ કરતારપુર કોરિડોરની શરૂઆત થઇ છે આજે અયોધ્યા પર ચૂકાદા સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે રહીને આગળ વધવાની શીખ આપી રહી છે આજના દિવસનો સંદેશ જોડવાનો છે અને સાથે મળીને જીવવાનો છે આ વિષય પર કોઇને ક્યાંય મનમાં કટુતા રહી હોય તો આજનો દિવસ તેને તિલાંજલિ આપવાનો છે નવા ભારતમાં ભય, નકારાત્મકતા અને કટુતાનું કોઇ સ્થાન નથી
Recommended