વાવાઝોડાનાં કારણે ગીરમાં કેરીના પાકને નુકસાન, કુછડીમાં દરિયાનો પાળો તૂટતા 20થી વધુ હોડીઓ તણાઈ
  • 5 years ago
જૂનાગઢ:વાયુ વાવાઝોડાના કારણે ગીરમાં કેરીના પાકને નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી બીજી તરફ વાયુ વાવાઝોડાના કારણે પોરબંદરના કુછડીના દરિયાનો પાળો તૂટતા 20થી વધુ હોડીઓ તણાઈ ગઈ હોવાની આશંકા છે વાયુ વાવાઝોડાનાં પગલે તાલાલા પંથકમાં પણ અસર જોવા મળી હતી અને પવન ફુંકાતા પંથકમાં કેસર કેરીનાં પાકને નુકસાની થઇ હતી અને આંબેથી કેરીઓ ખરી પડી હતી ત્યારે કેરીનાં પાકને નુકસાન ન પહોંચે તે માટે ખેડુતોમાં દોડધામ થઇ પડી હતી તાલાલા પંથકમાં સવારે 9 વાગ્યા બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને છુટા છવાયા છાંટા પડયા બાદ પવન શરૂ થતાં આંબેથી કેસર કેરીઓ ખરવા પડી હતી આમ ઉભો પાક ખરી પડતાં ખેડુતોને નુકસાન જવાની પણ ભીતિ સેવાઇ રહી હતી અને આગામી ભીમ અગીયારસનાં દિવસે કેરીનું વેંચાણ બંધ રહેવાનું હોય તેથી કેરીનું વેચાણ થઇ શકશે નહીં આમ પવનનાં કારણે ઉભા પાકને નુકસાની પહોંચી હતી
Recommended