સાણંદની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ આગ 1 લાખ લિટર પાણીનો મારો કરવો પડ્યો

  • 5 years ago
અમદાવાદઃ સાણંદ-વિરમગામ હાઇવે પરની કેમિકલ ફેકટરીમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી આગ એટલી વિકરાળ હતી કે સાણંદના 2, અમદાવાદના 18થી વધુ ફાયર ફાઈટર બોલાવવા પડ્યા હતા ઉમા એસ્ટેટમાં આવેલી જય અંબે કેમિકલ નામની ફેકટરીમાં મોટા જથ્થામાં કેમિકલના બેરલો હોઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ફેક્ટરી ભડ ભડ સળગવા લાગી હતી બનાવને પગલે સાણંદ ડીવાયએસપી સાથે પોલીસ કાફલો, મામલતદાર ઘટના સ્થળે પહોચી ગયા હતા આગ પર કાબૂ મેળવવા માટે આશરે 1 લાખ લીટર પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી આગને કારણે કેમિકલ ભરેલા બેરલ ધડાકા સાથે ફાટતાં વિકટ પરિસ્થિતિ પેદા થઈ હતીફાયર ફાઇટરોએ પણ બે ફેરા મારવા પડ્યા હતા

Recommended