વાલ્વ તોડી નાંખતા લાખો લિટર પાણીનો વેડફાટ, સતત ત્રીજા દિવસે પણ રિપેરીંગનું કામ ચાલુ
  • 5 years ago
રાજકોટ:પડવલા અને ખોખડદળ વચ્ચેની સીમમાં સૌની યોજનાના વાલ્વમાં ભાંગફોડ થતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આજે સતત ત્રીજા દિવસે પણ રિપેરીંગનું કામ ચાલુ છે પંપિંગથી પાણી ઉલેચાયા બાદ જ વાલ્વને રીપેર કરી શકાશે એક અધિકારીના જણાવ્યા અનુસાર અજાણ્યા શખ્સોએ વાલ્વ તોડી નાખ્યો હોવાનું જણાવ્યું છે અધિકારીનું કહેવું છે કે વાલ્વ પાણીમાં છે કે કયા તે કહેવુ મુશ્કેલ છે તંત્રએ બે દિવસ સુધી પાણી ઉલેચ્યા બાદ વાલ્વ સુધી પહોંચતા ખબર પડી છે કે ત્યાં વાલ્વ છે જ નહીં! વાલ્વ લીક કરવા માટે કોઇએ બે નટ ખોલી હતી પણ પાણીનું પ્રેશર વધારે હોવાથી વાલ્વનો આખો હેડ જ ધડાકાભેર અલગ થઇ ગયો હતો
Recommended