એક હતું INS વિરાટ, જાણો આ યુદ્ધ જહાજની અનોખી કહાની
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ સેવાનિવૃત્તિના બે વર્ષ બાદ INS વિરાટ પર રાજકીય રોટલા શેકાઈ રહ્યાં છે એવા સમયે રાજનીતિને ભૂલી આ જહાજના જાજરમાન ઇતિહાસ પર નજર કરીએ INS વિરાટ દુનિયાનું સૌથી જૂનું વિમાનવાહક યુદ્ધ જહાજ હતું તેનો મંત્ર હતો, જલમેવ યસ્ય-બલમેવ તસ્ય સમુદ્રી સીમાઓ પર ધાક એવી કે પાકિસ્તાન જ નહીં ભલભલા દેશો થરથરે વર્ષ 1944માં બ્રિટનમાં આ જહાજનું કામ શરૂ થયું હતું એ સમયે બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું લગભગ 15 વર્ષ સુધી જહાજનું કામ ચાલ્યું અને 1959માં તે રોયલ નેવીમાં સામેલ થયું એ સમયે જહાજનું નામ HMS હરમીજ હતું એ દરમિયાન આ જહાજે ફોકલેન્ડ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી આ જહાજ 27 વર્ષ બ્રિટનની રોયલ નેવીમાં રહ્યું હતું જે બાદ વર્ષ 1987માં ભારતે તેને બ્રિટન પાસેથી ખરીદી લીધુ ઈન્ડિયન નેવીમાં સામેલ થયા બાદ જુલાઈ 1989માં INS વિરાટે પહેલી વખત શ્રીલંકામાં શાંતિ સ્થાપના માટેના ઓપરેશન જ્યુપિટરમાં ભાગ લીધો 1999ના ઓપરેશન વિજય અને 2001ના સંસદ પરના હુમલા બાદ ઓપરેશન પરાક્રમમાં પણ તેની મહત્ત્વની ભૂમિકા હતી 226 મીટર લાંબા અને 49 મીટર પહોળા આ જહાજનું વજન 28700 ટન હતું

આ વિશાળ જહાજ એક નાનકડા શહેરથી કમ પણ ન હતું જહાજમાં લાઈબ્રેરી, જીમ, ATM, TV અને વીડિયો સ્ટુડિયો, હૉસ્પિટલ, ડેન્ટલ કેર સેન્ટર તથા મીઠા પાણીના ડિસ્ટિલેશન પ્લાન્ટ સહિતની બધી જ સુવિધા હતી આ યુદ્ધ જહાજ લગભગ 6 વર્ષ એટલે કે, 2250 દિવસ સમુદ્રની વચ્ચે રહ્યું છે આ દરમિયાન 10 લાખ, 94 હજાર, 215 કિલોમીટરની સફર ખેડી છે એટલે કે, દુનિયાના 27 ચક્કર લગાવી શકાય તેટલું અંતર કાપી ચૂક્યું છે આ જહાજ પર 150 ઓફિસર અને 1500 સૈનિકો તહેનાત રહેતા હતા 30 વર્ષની સેવા બાદ 6 માર્ચ 2017ના રોજ તે સત્તાવાર રીતે રિટાયર્ડ થયું હતું નેવીમાં ગ્રાન્ડ ઓલ્ડ લેડીના નામે ઓળખાતાં આ જહાજે દરિયાઈ સુરક્ષાની સાથે નેવીની બે પેઢીના પાઈલટ, એન્જિયનર અને ટેકનિકલ સ્ટાફને પણ ઘણું શીખવ્યું છે
Recommended