સાત મહિના બાદ 50 ડોલરની નોટમાં છબરડો દેખાયો, લોકોએ કહ્યું, ગ્રેટ રિસ્પૉન્સિબિલિટી

  • 5 years ago
રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાએ મોટો લોચો માર્યો છેગુરૂવારે એ વાતનો સ્વીકાર પણ કર્યો કે 50 ડોલરની અંદાજે ચાર કરોડ સાઈઠ લાખ નોટોમાં સ્પેલિંગની ભૂલ છેઆ છબરડો પણ નોટને લોંચ કર્યાના સાત મહિના બાદ બહાર આવ્યો છે
50 ડોલરની આ કરન્સીમાંરિસ્પૉન્સિબિલિટીનો સ્પેલિંગ જ ખોટો લખવામાં આવ્યો છે નોટ પર ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા સાંસદ એવાં એડિથ કોવાનનું પ્રથમ ભાષણના છાપવામાં આવ્યું છેઆ ભાષણના કેટલાક અંશ છાપવામાં એક આઈ લખવાનું ચૂકાઈ ગયું છેઆમ તો પહેલી નજરે પકડી શકવું મુશ્કેલ છે, છતાં ભૂલ ગંભીર છે
જો કે, બેંકે સ્પષ્ટતા કરી કે, આ ભૂલવાળી નોટને પાછી ખેંચવાની કોઈ યોજના નથીહવે પછી જ્યારે50 ડોલરની નવી નોટ પ્રિન્ટ થશે ત્યારે મિસ્ટેક સુધારી લેવાશેદુનિયામાં કરન્સીમાં આ પ્રકારની ભૂલ કંઈ પહેલીવાર જ નથી થઈ
અગાઉ ચિલી દેશના સિક્કા પર ચિલીનો સ્પેલિંગ જ ખોટો લખાયો હતોજેમાં એલ લખવાની જગ્યાએ આઈ રિપિટ થઈ ગયો હતો2008માં બહાર પડાયેલા આ સિક્કામાં રહેલી સ્પેલિંગ મિસ્ટેક પણ છેક 2010માં સામે આવી હતી
આવડી મોટી બેદરકારી બદલ જનરલ મેનેજરની નોકરી પણ ગઈ હતીઆ પહેલાં ઈસ 1922માં બ્રાઝિલમાં પણ કંઈક આવું જ થયું હતુંઅહીં નવા લોંચ થયેલા કોઈનમાં બ્રાઝિલનો સ્પેલિંગ જ ખોટો હોવાનું બહાર આવતાં ઉહાપો થયો હતો

Recommended