ભરી સભામાં ઓસ્ટ્રેલિયન PMના માથા પર મહિલાએ ઈંડું ફોડ્યું

  • 5 years ago
ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે,18 એપ્રિલે બીજેપી કાર્યાલયમાં ઘૂસીને પાર્ટી પ્રવક્તા નરસિમ્હા રાવ પર કોઈએ જૂતુ ફેંક્યું ત્યારબાદ ગુજરાતમાં હાર્દિક પટેલને ચાલુ સભામાં કોઈએ થપ્પડ મારી અને ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને રોડ શૉમાં કોઇએ લાફો માર્યો કંઇક આવી જ ઘટના સાત સમંદર પાર પણ બની છે વૉશિંગ્ટનમાં ગન સમર્થકોની રેલીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને નિશાન બનાવી કોઈએ મોબાઈલ ફેંક્યો હતો જોકે મોબાઈલ ટ્રંપથી દૂર જઈને પડ્યો હતોઅને ટ્રંપ બચી ગયા હતા અને હાલમાં જ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરીસન પર જનસભામાં એક પ્રદર્શનકારીએ પાછળથી ઈંડું માર્યું ઈંડું કોઈએ તેના માથા પર માર્યું તેના ભાગવાની ફિરાકમાં એક મહિલાને ઈજા પણ થઈ આ વૃદ્ધ મહિલા જમીન પર પડી ગઈ જેને બાદમાં ઉભી કરાઈ હતી આ ઘટના કન્ટ્રી વિમેન્સ એસોસિયેશન ઈવેન્ટમાં બની હતી મોરિસને ઈંડું ફેંકનારને કાયર ગણાવી છે ઓસ્ટ્રેલિયામાં 18 મેના સામાન્ય ચૂંટણી છે જેને લઈને પ્રધાનમંત્રી મોરિસન જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે

Recommended