UPના કુખ્યાત રાજા ભૈયા નજરકેદ, મતદાનના દિવસે ફક્ત મતદાન કરવા જ જઈ શકશે
  • 5 years ago
યુપીના કુંડાના ધારાસભ્ય રાજા ભૈયાને નજરકેદ રાખવાની કાર્યવાહી 6મેના રોજ પ્રતાપગઢમાં યોજાનારી લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન માટે કરવામાં આવી છે રાજા ભૈયાની છાપ એક બાહુબલી નેતાની છે રાજા ભૈયા સહિત આઠ લોકોને નજરકેદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજા ભૈયા સાથે બાબાગંજ ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલશન યાદવ , સપા જિલ્લાધ્યક્ષ છવિનાથ યાદવ પર પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ નેતાઓ ફક્ત મતદાન કરવા માટે પોલિંગ બૂથ સુધી જઈ શકશે રાજા ભૈયા સહિત કુંડાના આઠ લોકોનેઅશાંતિ ફેલાવવાની શંકાઓને આધારે આ નિર્ણય લેવાયો છે
Recommended