તારાપુરના સાંઠ ગામે ચીકનના ભાવ મામલે બોલાચાલી, વેચનાર અને તેના ભાઈઓના હાથે એકની હત્યા

  • 5 years ago
તારાપુર: તારાપુરના સાંઠ ગામે ચીકન લેવા ગયેલા શખ્સની દુકાન માલિક સાથે ભાવ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં દુકાનના માલિકના ભાઈઓએ તેના પર હુમલો કરીને લોખંડની પાઈપ મારી દેતા તેનું મોત થયું હતું ઉંટવાડા ગામના 3 ગાઢ મિત્રો મહેશભાઈ ચુનીભાઈ પરમાર, કમલેશભાઈ બુધાભાઈ પરમાર અને અજય એકબીજાને પાર્ટી આપતા હતા અને સાથે મળીને મીજબાની માણતા હતા ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે આ ત્રણેય મિત્રો મોટર સાઈકલ લઈને બાજુમાં આવેલા સાંઠ ગામના વાઘરીવાસમા ચીકનનો ધંધો કરતા નટુભાઈ મણીભાઈના ઘરે ચીકન લેવા ગયા હતા

Recommended