ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી. વણઝારા અને DYSP એન.કે. અમીન ડિસ્ચાર્જ
  • 5 years ago
અમદાવાદ:ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એનકે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ (દોષમુક્ત) કર્યા છે રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે ડીજી વણઝારા અને એનકે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી

ડિસ્ચાર્જ બાદ વણઝારા અને અમીને કહ્યું: પૂર્વ IPS ડીજી વણઝારાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પણ એન્કાઉન્ટર્સ થયા હતા તે બધા સાચા હતા કાયદેસરની ફરજના ભાગરૂપે આ તમામ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા આજે અમે કેસમાંથી મુક્ત થયા છે દેશની ન્યાયપાલિકા પણ અમને પૂર્ણ વિશ્વાસ છે ન્યાય મેળવવામાં મોડું થાય છે પરંતુ ન્યાય જરૂર મળે છે આજે અમને ન્યાય મળ્યો છે અને બાકીન લોકોને ન્યાય મળશે NK અમીને જણાવ્યું હતું કે ચુકાદો આવકાર્ય છે અમે બહું જ ખુુશ છીએ, અમે બહું જ દુ:ખ સહેન કર્યા છે જે વર્ણવી શકતા નથી
Recommended