ભચાઉ કોર્ટે ભાનુશાળી હત્યા કેસમાં મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • 5 years ago
ભચાઉઃભાજપના દિગ્ગજ નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરાઈ હતી હત્યા કેસમાં સામેલ મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને સીઆઈડીની સીટે ઉત્તરપ્રદેશમાં ધરપકડ કરી હતી ત્યારબાદ અમદાવાદથી આજે ભચાઉ લાવીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
ઉત્તર પ્રદેશમાંથી બંનેને સીટે પકડ્યા
સીટે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ઉત્તરપ્રદેશમાં ધરપકડ કરી હતી ત્યારબાદ બંનેને અલ્હાબાદની કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને બાય રોડ અમદાવાદ લાવી હતી ગઈકાલે અમદાવાદમાં રેલવે એસપીની ઓફિસમાં બંનેની વિધિવત ધરપકડ કરી હતી બાદમાં પ્રાથમિક પુછપરછ કરાઈ હતી બંને આરોપીઓને આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે સીટે ભચાઉની કોર્ટમાં રજૂ કર્યા હતા
10થી વધુ મુદ્દા સાથે રિમાન્ડ માંગ્યા
ભાનુશાળીના હત્યા કેસમાં જરૂરી પુરાવા એકઠા કરવા અને રિકન્ટ્રક્શન સહિતની કામગીરી માટે 10થી વધુ મુદ્દાને ધ્યાને રાખીને રિમાન્ડ માટેની માંગણી સીટ દ્વારા કરાઈ હતી જોકે પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓના આગામી 20મી નવેમ્બર સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મદદગારીથી માંડીને શું ભૂમિકા હતી તે રિમાન્ડમાં બહાર આવશે
ભાનુશાળીની હત્યામાં મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ચોક્કસ શું ભૂમિકા હતી અન્ય સહઆરોપીઓના ભૂમિકા ઉપરાંત હત્યા બાદ તેઓ કઈ રીતે અહીંથી નાસ્યા હતા અને તેમને કોણે કોણે મદદ કરી તે સહિતની બાબતોની ઉંડાણપૂર્વકની તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે

Recommended