45 વર્ષના નિકોલસ મુકામીએ જંગલ વચ્ચે પથ્થરો કાપી એક કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો
  • 5 years ago
તમે દશરથ માંઝી પર બનેલી ફિલ્મ માંઝી ધ માઉન્ટેન મેન તો જોઈ જ હશે આ ફિલ્મમાં માઉન્ટેન મેન તરીકે ઓળખાતા બિહારના દશરથ માંઝીના જૂનૂનની વાત કરાઈ છે કે કેવી રીતે તેણે માત્ર એક કુહાડીથી 25 ફૂટ ઉંચા પહાડને કોતરી 360 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો હતો આ રસ્તો બનાવવામાં તેને 22 વર્ષ લાગ્યા હતા કંઇક આવી જ રીતે કેન્યાના કેગાંડા ગામના એક વ્યક્તિએ જંગલો કાપીને એક રસ્તો તૈયાર કર્યો 45 વર્ષના નિકોલસ મુકામે ઘણી વખત સરકારને મદદ માટે અપીલ કરી પરંતુ કોઈએ તેમની એક વાત ન સાંભળી અંતે હારેલા થાકેલા નિકોલસે આ જવાબદારી પોતે જ ઉપાડી નિકોલસ એક મજૂર છે તેણે આ રસ્તાને બનાવવા માટે પોતાનું કામ છોડી સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધી મજૂરી કરી અને માત્ર એક જ સપ્તાહમાં એક કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કર્યો આ રસ્તેથી ગામના લોકો હવે શૉપિંગ સેન્ટર અને ચર્ચ જાય છે નિકોલસનું કહેવુ છે કે આ રસ્તાથી ગામની મહિલાઓ અને બાળકોને મોટો ફાયદો થશેતેઓનો સમય બચશે અને સરળતાથી સ્કૂલ,માર્કેટ અને ચર્ચ જઈ શકશે
Recommended