ઉત્તર ભારતમાં હાડ થીજાવતી કાતીલ ઠંડી, દલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી

  • last year
ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ક઼ડકડતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ત્રણ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. બે વર્ષમાં જાન્યુઆરીમાં આ સૌથી નીચુ તાપમાન રહ્યું છે. બુધવારે રાજધાનીમાં 4.4 ડિગ્રી તાપમાન હતું. દિલ્હીનું લઘુત્તમ તાપમાન ડેલહાઉસી (4.9 ડિગ્રી સેલ્સિયસ), ધરમશાલા (5.2 ડિગ્રી), કાંગડા (3.2 ડિગ્રી), શિમલા (3.7 ડિગ્રી), દહેરાદૂન (4.6 ડિગ્રી), મસૂરી (4.4 ડિગ્રી) અને નૈનીતાલ (6.2 ડિગ્રી) કરતાં ઓછું હતું. દિલ્હીના લોધી રોડ, આયાનગર અને રિજ વેધર સ્ટેશનમાં અનુક્રમે 2.8 ડિગ્રી સેલ્સિયસ, 2.2 ડિગ્રી અને 2.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં શુક્રવારે એટલે કે 6 જાન્યુઆરીએ પણ ઠંડીથી રાહત મળી નથી.

Recommended