કૃષિમંત્રી કૃષિ ભવનની ઓચિંતી મુલાકાતે પહોંચતા અધિકારીઓમાં ફાળ પડી

  • last year
ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે કૃષિ ભવનની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં ફાળ પડી ગઇ હતી. ગાંધીનગર કૃષિભવન ખાતે કૃષિમંત્રી પહોંચ્યા હતા. આ સમયે 20-25 અધિકારીઓ ઓફિસમાં હાજર નહોતા. કૃષિમંત્રીએ ઓચિંતી મુલાકાત બાદ કહ્યું કે આગળ પણ સરપ્રાઈઝ વિઝિટ ચાલુ રહેશે અને બેદરકારો સામે કડક કાર્યવાહી થશે. ખાતાના વડાની જવાબદારી રહેશે.

Recommended