તવાંગ પર નરવણે બોલ્યા: દર વર્ષે આવે અને માર ખાઇને જાય છે

  • last year
ગલવાન ખીણમાં હિંસક અથડામણના લગભગ અઢી વર્ષ પછી ચીને હવે LACના પૂર્વ સેક્ટરમાં સમાન આક્રમકતાનો આશરો લીધો છે. 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા હતા, પરંતુ ભારતીય સેનાએ તેમને ન માત્ર રોક્યા પરંતુ તેમનો પીછો કરીને પાછા ફરવા પણ મજબૂર કરી દીધા. ચીન ઘણીવાર LAC પર આવી ગતિવિધિઓ કરે છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કહ્યું છે કે ચીન દર વર્ષે આવા બે-ત્રણ પ્રયાસો કરે છે અને દર વખતે તેમને શરમનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે એક તરફ પીપલ્સ લિબરેશન આર્મી 21મી સદીની આધુનિક સેના હોવાનો દાવો કરે છે પરંતુ બીજી તરફ તે ગુંડાગીરીના સ્તરે આવી ગઈ છે. આ હાસ્યાસ્પદ છે.

Recommended