રામમંદિર નિર્માણની નવી તસવીરો આવી સામે, જુઓ કયાં સુધી કંસ્ટ્રકશન પહોંચ્યું

  • last year
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પહેલો માળ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે અને જાન્યુઆરી 2024માં રામલલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ સમયરેખાથી સંપૂર્ણપણે વાકેફ છે અને તે મુજબ બાંધકામ પ્રક્રિયા ચાલી રહી છે.

શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે 3 ડિસેમ્બરે ડ્રોન કેમેરા વડે લીધેલી તસવીર શેર કરી હતી. ઉપરથી લેવામાં આવેલી આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંદિરનું નિર્માણ કાર્ય ક્યાં સુધી પહોંચ્યું છે અને હાલમાં મંદિર નિર્માણની સ્થિતિ શું છે. જ્યારે 2 તસવીરો 25 નવેમ્બરની છે જે નજીકથી લેવામાં આવી છે.

Recommended